top of page
  • Youtube
  • Instagram
  • X
  • Facebook
  • Patreon
Search

Durgandh (દુર્ગંધઃ)

7 hours ago
1 min read

અચરજ ભર્યાં આ વાદળો, વાદળી આકાશમાં પંખીડાઓ થઇ ગયા લાલ – ને ટપકે - ટપ ટપ! ટપ ટપ! ભયંકર અદભુતી આ ભૂતોની, રાતો-રંગીન ધારામાં તિખી તેજઃ દુર્ગંધઃ વહે – તે વહેતી જાય - છપ છપ! છપ છપ!

​

એકાએક – અજ્ઞાત સાધ નાં થયાં વાણ પ્રસાર, ને ફેલાઈ એક ગંધ પસાર; થઇ ગયો સંચાર અદ્રશ્ય યૌનનો – યોની યુતિ યુતિ જાય! કલ્પવૃક્ષ પડ્યું ભાંગી, ભાંગી ભુક્કે-ભુક્કા થાય!

​

ચર્મે ચર્મે સોડ પડ્યાં, દાઝે ડંખતો તાપ હાડ માંસ થયાં લુખ્ખા, પડતી લુખ્ખી તેની છાપ! જીવતાં જીવાતો રડતાં ગયાં, રડતાં રેતીમાં પડતાં ગયાં રેતી થઈ ગઈ લાલ, ને વહેતી ધારા લાલ.


સૃષ્ટિ થઈ બેહાલ –

પરંતુ કેમ કરી થયો તે હાલ?


 
 
 

Comments


bottom of page